સિદ્ધિ દાયક શ્રી સિદ્ધિતપ ની તપસ્યા ના પારણા થરા નગરે યોજાશે
5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠાની ધન્યધરાએ ધર્મનગરી થરા ગામે શ્રી શાંતિનાથ પ્રભુની અસીમ કૃપાથી અને ગુરુ ભગવંતોના મંગલ આશીર્વાદથી શ્રીમાન સંજયકુમાર કિરીટકુમાર પાંચાણી,અ.સૌ. મિત્તલબેન સંજયભાઈ પાંચાણી,એવં ચિ.બાલતપસ્વી જીત શાહના સિદ્ધિ દાયક શ્રી સિદ્ધિતપ ની તપસ્યા કરેલછે.આ તપનો પ્રારંભ અષાઢ વદ-7 ના રોજ થયેલ અને આ તપની પૂર્ણાહુતિ તિથિ-ભાદરવા સુદ-6 તારીખ-9-9-2024 ના સવારે-9:00 કલાકે થશે.આ સિદ્ધિદાયક શ્રી સિદ્ધિ તપ માં કુલ 36 ઉપવાસ અને 8 બેસણા આવે છે.પ.પૂ.આ.ભ. પિયુષભદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સિદ્ધિ તપ યોજાયેલ.અ.સૌ. તપસ્વી સંજયભાઈ અને મિત્તલબેન એ કરેલ તપસ્યા ઉપધાન,પાત્રિસુ, સિદ્ધિતપ,અઠ્ઠાઇ તપ,અઠ્ઠમ તપ,છઠ્ઠ તપ,24 તીર્થંકર કલ્યાણક તપ, વર્ષીતપ,શત્રુંજય તપ,નરક નિગોદ તપ વિગેરે તપસ્યાના કરેલ છે.બાલ તપસ્વી જીત એ 15 વર્ષની નાની ઉંમર માં સિદ્ધિતપ કરેલ.સાથે સાથે માતા પિતા ને સાથ આપવા માટે સંજયભાઈ નો સૌથી નાનો દીકરો જેની ઉંમર માત્ર 10 વર્ષની છે.એને પણ અઠ્ઠાઇ તપ ની તપસ્યા કરેલ છે.આ તપસ્યા દેવ- ગુરૂ-ધર્મ ની કૃપા થી નિર્વિઘ્નેપણે પૂર્ણતાને આરે છે.આ સિદ્ધિ તપ પ્રસંગે રાજસ્થાન મીરપુર તીર્થ થી માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા એ તપસ્વીઓને શુભ આશીર્વાદ અને શુભકામનાઓ સાથે સિદ્ધિતપ નો મહિમા જણાવતા જણાવેલ કે શતરંજ ની રમત હોય કે ચેસની રમત,તેને જીતવા ચાર સ્ટેપ હોય છે,તેમ આત્મા ને પરમાત્મા મય બનાવવા ચાર સ્ટેપ પ્રભુ વીરે કહ્યા છે.દાન-શીયલ- તપ અને ભાવ તપ એ સર્વ શ્રેષ્ઠ નિકાચિત કર્મ ને તોડવા માટેનો છે. સિદ્ધિતપ એ કર્મનિર્જરા કરવા માટે છે.અને આત્મા કલ્યાણ માટે નો શોર્ટ કટ છે,એ તપ દ્વારા આત્મનિર્ભર બની સિદ્ધ ગતિ ને સમાધિપૂર્વક મેળવી શકાય છે.તપ એ થર્મોમીટર છે આહાર સંજ્ઞાનું ટેમ્પરેચર માપવા માટે છે.તપસ્યા કરતા કરતા રે કે ડંકા જોર બજાયા રે, તપધર્મ નો જય જય કાર, તપસ્વી અમર રહો,તપસ્વી નો જય જય કાર.આ વખતે થરા નગરે 42 શ્રાવક- શ્રાવિકાઓએ સિદ્ધિતપ ની તપસ્યા કરેલ છે.જેમાં તપસ્વીઓની શોભાયાત્રા તા.8-9-2024 સવારે- 10:00 કલાકે અને રાત્રે-8:00 કલાકે તપસ્વીઓની સામૂહીક સાંજી યોજાશે.તપસ્વીઓના પારણા તા.9-9- 2024 ના સવારે-8.00 કલાકે થશે અને સાથે શ્રી સંઘસ્વામીવાત્સલ્ય પણ યોજાશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો ઉપસ્થિત રહેશે.





