MORBIMORBI CITY / TALUKO
MORBI :ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બગથળામાં શિક્ષક દિનની ઉજવણી
MORBI :ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બગથળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
શિક્ષક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ અને શિક્ષકોની ભૂમિકાનો અનુભવ કરવાનો અનોખો અવસર પ્રાપ્ત કર્યો. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયને ખૂબ રસ પૂર્વક ભણાવ્યા.આ ઉજવણી દ્વારા શિક્ષણના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે અને શિક્ષક-વિદ્યાર્થી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળી છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓની ઉત્સાહવર્ધક કામગીરીને શ્રેષ્ઠ પ્રતિસાદ મળ્યો અને શિક્ષકો દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી.