GUJARATKUTCHMANDAVI

પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.

એનિમિયા કેમ્પ, આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ દિવસોની થીમ પર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૫ સપ્ટેમ્બર : પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણમાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે જન આંદોલન તરીકે સમગ્ર માસમાં અલગ – અલગ ૬ થીમ આધારિત પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ICDS આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા, કૃષિ, વાસ્મો, પંચાયત, આયુર્વેદ વગેરે જેવા વિભાગો સાથે સંકલન કરીને ફિલ્ડ કક્ષાએ જનજાગૃતિના દૈનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શહેરી ઝૂંપડપટ્ટી આધારિત એનિમિયા કેમ્પ કમ આઉટરીચ પ્રવૃત્તિઓ, એનિમિયા પર SHG, NSS/NYK વગેરે સંબંધિત આઉટરીચ પ્રવૃત્તિઓ, VHSND- ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસો એ થીમ મુજબ કાર્ય કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પોષણ માસના લાભો કચ્છ જિલ્લાના છેવાડાના તમામ નાગરિકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ખૂબજ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ પ્રકારની પહેલ જેવી કે ત્વરિત પ્રસૂતિ થયેલી માતા અને અને નવજાત શિશુની મુલાકાત, નવજાત શિશુને માતાથી અલગ ના મુકતા માતાની હુંફ મળે એ રીતે તેની બાજુમાં જ રાખવું, પ્રથમ કલાકમાં જ બાળકને પ્રથમ રસી સમાન માતાનું ધાવણ આપવું, જન્મતા જ બાળકને આપવાની થતી રસીની નોંધ લેવી અને નવજાત બાળકને અને પ્રસૂતાને કરવાની થતી સારસંભાળ અંગે પ્રસૂતા માતા અને વડીલોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!