BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે “શિક્ષક દિન “ની હર્ષભેર ઉજવણી કરાઈ

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શિક્ષક દિન ભારતમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ સપ્ટેમ્બર નાં રોજ શિક્ષક દિન તરીકે મનાવાય છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં. અને ત્યારબાદ રાષ્ટ્રપતિ બનતા તેમની યાદમાં આપણૅ તેમના જન્મદિવસે દર વર્ષે ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ .આ ઉજવણી નાં ભાગ રૂપે પાલનપુર નાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિભાગોમાં પણ સ્વયમ્ શિક્ષક દિન ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વસ્તિક બાલમંદિર, બાલવાટિકા નાં બાળકો નાં વાલીઓ એક દિવસ માટે શિક્ષક તરીકે શિક્ષણ કાર્ય કર્યું હતું. તદુપરાંત, ધો.૧ થી ૫, ધો.૬ થી ૮ સહિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે શિક્ષણ કાર્ય કરાવી સ્વાનુભવ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન શ્રી સોળગામ લીઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનાં તમામ વિભાગ ના આચાર્ય અને શિક્ષકોના સહયોગ થી કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!