GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાશે

તા.૫/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અન્વયે સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ-૨૦૨૪ અંતર્ગત થયેલ લોકભાગીદારીના કામો અંગે જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતીની બેઠક તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે, કલેક્ટર કચેરી ખાતેના પ્રથમ માળે મીટીંગ હોલ ખાતે યોજાશે.
આ અભિયાન અંતર્ગત રાજયસરકારની ૬૦:૪૦ની સ્કીમ મુજબ લોકભાગીદારીથી હાથ ધરાયેલ વિવિધ કામોના ચુકવણા અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે, આથી જિલ્લા અમલીકરણ સમિતીના તમામ સભ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા નોડલ અધિકારીશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ (પંચાયત) વિભાગ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.


