GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા નગરમાં તૂટેલા રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે

તા.૫/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

માટી-મેટલ નાંખીને ખાડા પુરવાનું કામ ગતિમાં – ઉપલેટામાં ચાલુ વર્ષે ૧૩૦ ટકાથી વધુ વરસાદ

Rajkot, Upleta: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા રોડને તાત્કાલિક રીપેર કરીને મોટરેબલ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી તરફથી મળેલી સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય, નગરપાલિકા તેમજ સ્ટેટ હાઈવેનું યુદ્ધના ધોરણે રિપેરિંગ ચાલી રહ્યું છે. ઉપલેટા નગરમાં વિવિધ વિસ્તારોમાં હાલ રોડના ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આ સિઝનમાં ૧૩૦.૮૪ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ઉપલેટામાં વર્ષ ૧૯૯૪થી લઈને ૨૦૦૩ સુધીમાં દર વર્ષ સરેરાશ ૮૩૦ મિલિમીટર એટલે કે ૩૨.૬૮ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૨.૭૬ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો છે. જે સિઝનના ૧૩૦ ટકાથી વધુ છે.

અતિ ભારે વરસાદના કારણે ઉપલેટા નગરના અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જો કે વરસાદે વિરામ લેતાં જ તંત્ર હરકતમાં આવી ગયું છે અને રસ્તાઓના ખાડા પૂરવા તેમજ તૂટેલી સાઈડ રિપેરિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. હાલ ઉપલેટાના દબડા ચોકડી મેઇન રોડ, રેલવે સ્ટેશન રોડ વડચોક, રાજમાર્ગ ઢાંકની ગારી, કોલકી રોડ, વર્ધમાન નગર, એક્ટ્રોય ચોકી મતિયાદેવ મંદિર રોડ, વર્ધમાન નગર-૨માં હાલ માટી તેમજ મેટલથી રોડના ખાડા બૂરવામાં આવી રહ્યા છે. તંત્રની ત્વરિત કામગીરીને નાગરિકો પણ બિરદાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!