BANASKANTHAGUJARATTHARAD

આનંદનગર પ્રા.શાળા થરાદ -3માં શિક્ષકદિનની ઉજવણી

આજરોજ તારીખ 05/09/2024 ને ગુરુવાર ના રોજ આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ -3 માં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ જે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આનંદનગર પ્રા. શાળામાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો. જેમાં કુલ 75 બાળકોએ શિક્ષક તરીકે તથા 10 બાળકોએ સેવક તરીકે ભાગ લઇ શિક્ષક બની આખો દિવસ શિક્ષણ કાર્ય કર્યું. આચાર્ય તરીકે વાણીયા યશ્વી જગદીશભાઈ અને ઉપાચાર્ય તરીકે સોની વિધિ ભરતભાઈએ ફરજ બજાવી હતી.તમામ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે કામ કર્યું. સાંજે છેલ્લા બે તાસમાં સાંસ્કૃતિક મનોરંજન તેમજ ભાવ-પ્રતિભાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેનું સંચાલન તેમજ આયોજન વિધાર્થીઓ એ કર્યું. વાલી દ્વારા તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. તથા તમામ શિક્ષક મિત્રોએ બાળકો સાથે રહી સુંદર કામગીરી કરેલ તે બદલ આચાર્ય શ્રી એમ.કે.મણવરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ તથા આચાર્ય શ્રી એમ. કે. મણવર દ્વારા શિક્ષક બનેલા તમામને છાપેલું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એમ.કે.મણવર સાહેબ તથા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી આ ઉજવણીને સફળ બનાવી.

Back to top button
error: Content is protected !!