GUJARATSAYLA

સાયલાના આયા બોર્ડ થી ૨૦ જેટલા ગામો ને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં.

સાયલા નેશનલ હાઇવે આયા બોર્ડથી અને થાનગઢ ને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં.કમરતોડ રસ્તાથી લોકો હેરાન,પરેશાનખરાબ રસ્તા મામલે લોકોએ કર્યા સૂત્રોચારનેશનલ હાઇવે આયા બોર્ડથી 20 ગામને જોડતો રસ્તો ખખડધજ.ખરાબ રસ્તાના કારણે વારંવાર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે.લોકો આક્ષેપ કરી રહ્યા છે કે મત ટાણે જ નેતાઓ દેખાય છે પછી કોઈપણ આવતા નથી.સ્થાનિક લોકો તથા વાહન ચાલકોએ પણ રોષ ઠાલવ્યો હતો.આજુબાજુ ગામના રહીશોની એક જ માંગ તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરવામાં આવે.દવાખાને જવામાં, સ્કૂલ, તેમજ વાહન ચાલકો ને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા તાલુકા આયા બોર્ડથી 20 જેટલા ગામોને જોડતો રસ્તો રસ્તો છે. જેવા કે આયા, કાનપુર, કંસાળા,ચોરવીરા, સોરીંભડા સિતાગઢ, થાનગઢ ,વગડીયા જેવા અનેક ગામોનો સમાવેશ થાય છે. આજુબાજુ ગામના લોકો મીડિયા મારફતે સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે. તેમજ લોકોએ જણાવ્યું કે સરપંચોની પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી. આ સાથે રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા, દેવકરણભાઈ જોગરાણા તેમજ આજુબાજુ ગામના રહીશો એકઠા થઇ અમારા ગામના જોડતા તમામ રસ્તાઓ રિપેરિંગ કરવા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!