અમેરીકાના બેન્સેલમ શહેરમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમથી સમર્પણ યુવા કેન્દ્ર માટે રૂ.51 લાખ રુપિયાનું દાન એકત્ર થયું.
૧૯૯૫માં પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ મંદિરની સ્થાપના કરી અને ૨૦૨૩માં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યુથ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું અને ૨૦૨૪માં જગદીશ ત્રિવેદીએ 51 લાખ એકત્ર કરી આપ્યા, આમ ત્રણ ભૂદેવની ત્રિવેણી રંગ લાવી
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
૧૯૯૫માં પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ મંદિરની સ્થાપના કરી અને ૨૦૨૩માં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યુથ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું અને ૨૦૨૪માં જગદીશ ત્રિવેદીએ 51 લાખ એકત્ર કરી આપ્યા, આમ ત્રણ ભૂદેવની ત્રિવેણી રંગ લાવી
આજથી 29 વર્ષ પહેલાં બ્રહ્મલીન પૂજય કૃષ્ણશંકર શાસ્ત્રી એટલે કે પૂજય દાદા દ્રારા અમેરીકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં હિન્દુ સનાતન વૈદિક ધર્મ માટે તન-મન અને ધનથી સમર્પણનો સદભાવ ધરાવતાં શ્રદ્ધાળુઓ માટે સમર્પણ હિન્દુ મંદિરની સ્થાપના થઈ હતી છેલ્લાં 29 વર્ષથી આ મંદિરમાં નિયમિત પૂજા-આરતી અને ઉત્સવ થાય છે બે વર્ષ પૂર્વે, નવા સ્થળે, બેન્સેલમ શહેરમાં દેવ-દેવીઓના ભવ્ય મંદિર અને બેંક્વેટ હોલ તેમજ ભારતીયો માટે સમર્પણ મંદિર અને કમ્યૂનિટી સેન્ટરની શરૂઆત થઈ હતી ગયા વરસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આ મંદિરમાં કથા કરી ત્યારે આપણા ધર્મના યુવક યુવતીઓ ધર્મથી વિમુખ ન થાય અને એમને અહીં અધ્યાત્મનાં સંસ્કાર સાથે રમત-ગમત અને અન્ય સર્જનાત્મક પ્રવૃતિઓ પણ મળી રહે એ માટે એક યુથ સેન્ટરની સ્થાપના કરવાનો વિચાર આપી એમણે જ ગયા વરસે સમર્પણ યુથ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું લાખો ડોલરના ખર્ચે તૈયાર થનાર આ યુથ સેન્ટર માટે ભંડોળ એકઠું કરવા માટે આ વરસે તા.૩૦/૮/૨૦૨૪ની સાંજે ભારતથી પધારેલા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું સમર્પણ હિન્દુ મંદિર કમિટીના રાજેશ પટેલ, દીપક પટેલ, પંકજ પટેલ, આર. જે. પટેલ, ક્રિષ્મા પટેલ તેમજ ગિરીશ સંઘવી દ્રારા નિસ્વાર્થભાવે અથાક મહેનત કરીને આ આયોજન સફળ કરવામાં આવ્યું હતું ડો. જગદીંશ ત્રિવેદી પોતે છેલ્લાં સાત વર્ષથી પોતાના દેશ પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક શિક્ષણ અને આરોગ્યમાં દાન કરે છે એ હવે સર્વવિદિત છે એમણે પોતાના કાર્યક્રમમાં કહ્યું હતું કે આ યુથ સેન્ટરમાં ભારતીય યુવાનોને અધ્યાત્મનું શિક્ષણ મળવાનું છે અને રમત ગમત દ્રારા એમનું આરોગ્ય પણ જળવાશે તેથી અહીં શિક્ષણ અને આરોગ્ય એમ બન્ને પ્રકારની સેવા થશે એમણે પોતાને મળનાર પાંચ હજાર ડોલરનો પુરસ્કાર આ યુવા કેન્દ્રને અર્પણ કર્યો હતો ત્યાર બાદ એમની હદયસ્પર્શી વિનંતીથી લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું આ મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પટેલે લોકો પાસેથી જેટલાં રુપિયાનું દાન મળશે એટલાં જ બીજા પોતે એકલાં દાન આપશે એવી જાહેરાત કરતાં જાણે કે ડોલરનો વરસાદ થયો હતો અને માત્ર અડધા કલાકમાં આ કેન્દ્ર માટે સાઈઠ હજાર અમેરિકન ડોલર એટલે કે આશરે એકાવન લાખ રુપિયા એકત્ર થયા હતા આમ જગદીશ ત્રિવેદી અને સમર્પણ હિન્દુ મંદિરના આગેવાનોના સહિયારા પ્રયાસથી અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના બેન્સેલમ શહેરમાં તમામ સુવિધાઓ સાથે સમર્પણ યુવા કેન્દ્રનું અધતન ભવન નિર્માણ પામશે તેવું જણાવ્યું હતું.