ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ભારત સરકાર શ્રી ની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક વીમાના બે લાખનો ચેક ચૂકવવામાં આવ્યો
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે રહેતા જયસુખભાઈ જગાભાઈ વેગડા જે બે મહિના પહેલા વીજ શોક લાગવાને કારણે મૃત્યુ પામ્યા હતા

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ભારત સરકાર શ્રી ની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક વીમાના બે લાખનો ચેક ચૂકવવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે રહેતા જયસુખભાઈ જગાભાઈ વેગડા જે બે મહિના પહેલા વીજ શોક લાગવાને કારણે મૃત્યુ પામ્યા હતા
તેનું બેન્ક એકાઉન્ટ ધોકડવા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોય ત્યાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે 20 રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં બે લાખનો આકસ્મિક વીમો કવર થતો હોય તેમાં અકસ્માતમાં મૃત્યુ થવાના વળતરરૂપે તે મળવાપત્ર હોય.
આ વળતર નો ચેક ગુજર નારના વારસદાર ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ધોકડવા દ્વારા તેમજ ગ્રામજનોની હાજરીમાં ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે જયસુખભાઈ ના ઘરે જઈ પરિવારને બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
આ ચેક વિતરણમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક રિજિયોનલ મેનેજર શ્રી જે.એલ મહેતાસાહેબ તેમજ ધોકડવા ના બ્રાંચ મેનેજર શ્રી કૈવનભાઈ તથા ધોકડવા બ્રાંચ ના સ્ટાફ મિત્રો શ્રી રાકેશભાઈ વંશ અને શ્રી ભનુભાઇ પણ હાજર રહ્યા હતા
આ પ્રસંગે જનજાગૃતિ માટે રિજિયોનલ મેનેજર શ્રી જે.એલ મહેતા સાહેબ દ્વારા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ વિશે ગ્રામ જનો ને મહિતગાર કર્યા તેમજ દરેક ને સરકારશ્રીની વીમા યોજના નો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો





