GUJARATLODHIKARAJKOT CITY / TALUKO
Lodhika: લોધિકા આઈ.ટી.આઈ. ખાતે રોજગારલક્ષી કોર્સમાં પ્રવેશફોર્મ ભરાવાનું શરૂ

તા.૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા લોધિકા (ખીરસરા), ચીભડા ચોકડી, કાલાવડ રોડ ખાતે પ્રવેશ-૨૦૨૪ અંતર્ગત કોમ્પ્યુટર કોપા, સિવણ, ડિઝલ મિકેનિક, ફીટર, બ્યુટી પાર્લર જેવા રોજગારલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી ઓફલાઈન શરૂ થઈ ગઈ છે. પ્રવેશ માટે ઈચ્છુક ઉમેદવારોએ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી સવારે ૧૦થી સાંજે પાંચ કલાક દરમિયાન સંસ્થા ખાતે સંપર્ક કરવા લોધિકા આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે. ફોર્મ ભરવા માટે તથા વધુ માહિતી વેબસાઈટ itiadmission.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.



