GUJARAT

બાયો વેસ્ટ માટે પગલા લેતુ પ્રદુષણ બોર્ડ જામનગર

બાયો વેસ્ટ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જામનગરની કચેરીના ત્વરીત પગલા

અહેવાલને પોઝીટીવ અને નિર્દેશાત્મક ગણી સ્થળ તપાસ કાર્યવાહી થઇ

 

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર ૧૧ ના ખૂણાના કોમન પ્લોટ પાસેતારીખ ૬ સપ્ટે.ના સવારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની  જામનગર ખાતેની  રીજનલ કચેરી  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
આ  તપાસ દરમિયાન કોમન પ્લોટ પાસે ૪-૫ expired medicinesની સ્ટ્રીપ્સ જોવા મળેલ. કોઈ મોટી માત્રામાં બાયોમેડીકલ વેસ્ટ જોવા મળેલ નહીં. ત્યાં રહેતા અન્ય સ્થાનિક લોકોને પૂછતા જણાવેલ કે કામદાર કોલોનીના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા બાયોમેડીકલ વેસ્ટ ગઇકાલે એકત્રિત કરેલ છે.
• તેથી ત્યારબાદ સદર વિસ્તારમાં આવેલ કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરતા ત્યાંનાં મેડીકલ ઓફીસર દ્વારા જણાવેલ કે સદર બાબતની જાણ થતાં તેઓના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત સ્થળ પરથી ગઈકાલ તારીખ ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ સ્થળ પર રહેલ બાયોમેડિકલ વેસ્ટ એકત્રિત કરેલ અને આરોગ્ય કેન્દ્ર પર પીળા કલરની બેગમાં સ્ટોર કરેલ.
• વધુમાં તેઓએ એ પણ જણાવેલ કે સદર વેસ્ટ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નાખેલો હોય તેવું જણાય છે અને તેઓ દ્વારા તે અંગેનું રોજકામ કરવામાં આવેલ છે.
• સદર એકત્રિત કરવામાં આવેલ વેસ્ટ જોતાં તેમાં મુખ્યત્વે Expired Medicine Strips આશરે ૧ થી ૧.૫ કિલોગ્રામ જોવા મળેલ તેમજ અલગ અલગ પ્રિસ્ક્રિપ્શન જોવા મળેલ. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ સદર વેસ્ટ કોઈ હેલ્થકેર ફેસીલીટી દ્વારા નિકાલ કરવામાં આવેલ હોય તેવું જણાતું નથી.
• તેમ છતાં પર્યાવરણની જાળવણી અર્થે તેના નિકાલ કરવા કોમન બાયો મેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી મે. દેવ બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસને તાત્કાલિક સદર વેસ્ટને આરોગ્ય કેન્દ્રમાંથી એકત્રિત કરી તેમની બાયોમેડિકલ વેસ્ટ ફેસિલિટી પર આગળની કાર્યવાહી અર્થે મોકલી આપવા તથા યોગ્ય નિકાલ કરી પ્રદુષણ બોર્ડની જામનગર કચેરીને  જાણ કરવા જણાવાયુ હતુ.

જાગતા પ્રહરીના અહેવાલના પગલે તંત્રની જાગૃતિ અને ત્વરીત કામગીરી પ્રસંશનીય હોવાનો જાણકારોનો  અભિપ્રાય મળ્યો છે

___________________________

ઇમેજ પ્રતિકાત્મક સૌજન્ય ગુગલ

Back to top button
error: Content is protected !!