BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી.મોદી કોલેજ પાલનપુર ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી

7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્ય
જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર, અને સ્વદેશી જાગરણ મંચ અંતર્ગત સ્વાવલંબી ભારતના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિન”ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં સ્વદેશી જાગૃત મંચ અંતર્ગત “સ્વાવલંબી ભારતના”માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને આત્મવિશ્વાસ વધે તે હેતુથી શ્રી.મનોહરલાલ અગ્રવાલ, તથા નરેન્દ્ર ભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.. તેમણે વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનવા અને તેનાથી થતાં ફાયદા માટે જુદા-જુદા ઉદાહરણો આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં કોલેજના ૧૧૭ વિધાર્થીઓએ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના પ્રિ.ડૉ.એસ.જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયભાઈ પ્રજાપતિ અને ડૉ. પ્રતિક્ષાબેન પરમારએ કર્યું હતું.





