BANASKANTHAGUJARATPALANPUR
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરનું ઉમદા કાર્ય

8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ગુજરાત ફાયર પ્રિવેન્સ ઍન્ડ લાઈફ સેફ્ટી એક્ટ 2013/14 ની જોગવાઈ મુજબ તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળની દીર્ઘદૃષ્ટિથી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓના અથાગ પ્રયત્નોથી અંદાજિત ચાર લાખ રૂપિયાના ખર્ચથી સમગ્ર આદર્શ શૈક્ષણિક સંકુલને અદ્યતન ફાયર સેફ્ટીથી સજ્જ કકરવામાં આવેલ છે. કેળવણી મંડળના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં તથા સમગ્ર સ્ટાફ મિત્રોની હાજરીમાં 5 સપ્ટેમ્બર 24 ના રોજ ફાયર સેફ્ટીના તજજ્ઞ દ્વારા ફાયર સેફ્ટીનો ડેમો આપી ફાયર સેફ્ટી વિશે જરૂરી માર્ગદર્શન આપી સમગ્ર સ્ટાફ મિત્રોને માહિતગાર કર્યા હતા.




