જગાણા શ્રીગુરુમહારાજના મંદિરમાં આરતી માટેનું નવીન ધ્વનિયંત્ર ભેટ અપાયું
8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પવિત્રતા અને સ્વચ્છતા નું સંગમ તીર્થ જગાણાના ધૂંધળીમલનુ સ્થાનક આવેલું છે.પાલનપુર તાલુકાના જગાણા ખાતે દાતાશ્રી દ્વારા નગારાનો સેટ સપ્રેમ ભેટ ગુરુમહારાજના મંદિરમાં આરતી માટે આપવામાં આવ્યો હતો જગાણા ના અગ્રણી સ્વ.દલુભાઇ દેસાઈના પરિવારની દિકરી નીતાબેન વિનોદભાઈ દેસાઈના તરફથી અને વૈદિક વિનોદભાઇ દેસાઇ ખેરાલુના હસ્તે નગારા સેટ અર્પણ કરવામાં આવ્યું હતું ગુરુ ધૂધલીમલની જગ્યામાં સમગ્ર ગામની શ્રધ્ધાના કેન્દ્ સમા શ્રી ગુરૂમહારાજ મંદિરની અપાર અને અતૂટ શ્રધ્ધા છે પરંતુ ગામની એકતા અને સામાજિક સમરસતામાં આ ગુરુ ગાદીના આર્શીવાદ હોવાનું સૌ ગ્રામજનો માને છે મંદિર અને ગુરૂ ગાદીની જગ્યા પવિત્ર હોવાથી આ સ્થાનકની સ્થાપના થઈ ત્યારથી માંડી અત્યાર સુધી ગુરુવાર,ધાર્મિક પ્રસંગોએ તોરણ પ્રસંગ,પાટોત્સવ, હોમ હવન,યગ્ન કે ખીર પ્રસંગો યોજાય છે ગામ આ ગુરુગાદીના પ્રતાપે સુખી અને સમૃધ્ધ છે શ્રીગુરૂમહારાજના મંદિરમાં આરતી માટેનું નવીન ધ્વનિ યંત્ર (નગારૂ સેટ ) પ્રસંગે જગાણા સનાતન ધાર્મિક ટ્રસ્ટના પ્રમુખશ્રી જશવંતભાઇ જેગોડા (અધિક કલેકટરશ્રી અરવલ્લી) પ્રેમજીભાઇ ચૌધરી મંત્રીશ્રી,ચંદનગીરી મહારાજ,મોહનભાઇ દેસાઈ, નરસિંહભાઇ દેસાઈ, મોતીભાઈ જુઆ,અમરતભાઇ પંચાલ, ભાનુંભાઇ ત્રિવેદી, રતીભાઇ લોહ,અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવિન ધ્વનિયંત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ દાતાશ્રીનો સનાતન ધાર્મિક ટ્રસ્ટના ચેરમેનશ્રી અને મંત્રીશ્રી એ આભાર વ્યક્ત કર્યો હતો.




