AHAVADANGGUJARAT

Navsari: મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલને ૧૦૦ ટકા પરિણામ માટે શિક્ષક દિન પર સન્માન પત્ર એનાયત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિક્ષક દિનના સન્માન સમારંભમાં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલને ૧૦૦% પરિણામ મેળવવા બદલ શાળા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય શીતલ પટેલ, આચાર્ય સ્મિતા પટેલ અને સમગ્ર શાળા પરિવારને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષક, ગૃહપતિ અને વિદ્યાર્થીઓની મહેનતે માર્ચ-૨૦૨૪  ની બોર્ડ પરીક્ષામાં શાળાને ૧૦૦% પરિણામ મેળવવામાં મદદરૂપ થઈ હતી. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે શિક્ષણવિદો દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.  ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ શાળાના તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. સહ કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીએ આચાર્યશ્રીનું સ્વાગત કર્યું હતું. કેમ્પસ ડાયરેક્ટર ડો. ચંદ્રગુપ્તજી એ વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને વધાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે ગુરુકુલ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ પાઠશાળા સાથે 400થી વધુ બ્રહ્મચારીઓને નિવાસી શ્રેષ્ઠ શિક્ષણ આપતી છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ચૌધરીએ શાળાને અભિનંદન પાઠવ્યા હતાં. આ સન્માન શાળાની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અને સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા પ્રત્યેની પ્રતિબિંબ છે.

Back to top button
error: Content is protected !!