
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

<span;>73 હજાર કરતા વધુ સમિતિઓ અને 700 કરતા વધુ પૂર્ણકાલીન કાર્યકર્તાઓથી ચાલતી વિશ્વ્ હિન્દૂ પરિષદ વિશ્વનાં દરેક હિંદુઓનું પોતાનું સંગઠન છે.હિન્દૂ ધર્મ સંસ્કૃતિ બચાવવાની જવાબદારી સૌ હિંદુઓની છે.ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાનનાં પૂજ્ય પી.પી.સ્વામીજીએ ડાંગ જિલ્લામાં દરેક ગામમાં હનુમાનજીનાં મંદિર નિર્માણની જ્યોત પ્રગટાવી છે,જેમાં દાતાઓ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.જ્યારે હેતલદીદી એ સનાતન હિન્દૂ સંસ્કૃતિ પૂરાતન સમયથી ચાલી આવી હોય ધર્મ નું જતન સાથે ધાર્મિક સદભાવના બની રહે તે માટે સૌ હિંદુઓને પોતાના ધર્મ માટે સજાગ બનવા હાકલ કરી હતી.આ સંમેલનમાં ઉપસ્થિત આગેવાન યશવન્તભાઈ સહારેએ આદિવાસી પૂર્વ સમયથી હિન્દૂ ધર્મ પાળતો આવ્યો છે,તેમણે કહ્યું હતુકે ડાંગ જિલ્લામાં આદિવાસીઓમાં વિધર્મીઓ ધર્મ પરિવર્તન કરે છે તેમને આદિવાસી તરીકે યોજનાઓનો લાભ ન લેવો જોઈએ. ગોટીયામાળ ગામનાં માજી પોલીસ પટેલ ચંદરભાઈ ચૌધરીએ પોતાના ગામમા ધર્મ પરિવર્તનથી લોકોને અળગા રાખતા તેમને આ સંમેલનમાં પૂજ્ય પીપી સ્વામી અને હેતલદીદી ના હસ્તે શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતુ.સમગ્ર ડાંગ જિલ્લામાં ગોટીયામાળ એક જ એવું ગામ છે કે જ્યા એકપણ ખ્રિસ્તી કે અન્ય ધર્મનું પરિવાર કે ઘર નથી.આ સંમેલનમાં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનો દ્વારા ધર્મની રક્ષા માટે પ્રતિજ્ઞા કરી હતી.આ કાર્યક્રમમાં શામગહાનનાં પોલીસ પટેલ હીરાજભાઈ ગાવીત સહીત આગેવાનોએ જહેમત ઉઠાવી હતી..



