પાલનપુર માં એન.પી.પટેલ આર્ટ્સ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં ‘ગણેશ ચતુર્થી’ની ઉજવણી

9 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ᳭ર્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરમાં તારીખ 7 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2024 સુધી વિદ્યાર્થીઓ દ્વારા ‘ગણેશ ચતુર્થી’ નિમિત્તે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત ગણેશ આગમનથી કરવામાં આવી, ત્યારબાદ ત્રણ દિવસ સવાર સાંજ ગણેશજીની આરતી કરવામાં આવી ત્યારબાદ ઉત્સાહભેર વિદ્યાર્થીઓ દ્વારા 108 દીપ પ્રજલિત કરીને સ્વસ્તિકની રંગોલી કરવામાં આવી અને ગણેશજીને ભોગ લગાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે પરંપરાગત રીતે ગણેશજીની આરતી કરી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.મનીષાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક ધારાનાં કન્વીનર ડૉ.મુકેશભાઈ અગ્રવાલ, ડૉ.કિરણબેન રાવલ તેમજ કૉલેજનાં વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કર્યું હતું.




