વાપીના યોગકોચ શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવ ની જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂંક

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૯ સપ્ટેમ્બર
સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે ફરી એકવાર ઝોન કોર્ડીનેટર તરીકે નિયુક્તિ પામ્યા છે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવેલી એજન્સી એ.બી. એન્ટરપ્રાઇઝ, મહેસાણા દ્વારા પ્રેક્ટીકલ અને થીયરીની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં શ્રીમતી પ્રીતિબેન પાંડે કે જેઓ યોગક્ષેત્રમાં ૨૦ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે અને યોગમાં ઉચ્ચ લાયકાત ધરાવે છે. તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચાર જિલ્લા વલસાડ, નવસારી, ડાંગ અને તાપીની જવાબદારી સંભાળતા હતા. હવે જવાબદારીમાં વધુ બે જિલ્લાઓ નર્મદા અને સુરત જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના ખૂબ જ ઉર્જાવાન અને ઉચ્ચ શિક્ષિત એવા પ્રીતિબેન વૈષ્ણવની નિમણૂક જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે થઈ છે. તેથી હવે શ્રીમતી પ્રીતિબેન પાંડે ની છ જિલ્લાઓને યોગમય બનાવવાની જવાબદારી રહેશે.
તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમ્પીરીયન હોટેલ, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. સંપૂર્ણ યોગ પરિવાર દ્વારા ઝોન કો-ઓર્ડીનેટર અને જિલ્લા કો-ઓર્ડીનેટર ને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.




