GUJARATIDARSABARKANTHA

હિંમતનગર ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણમાહ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિંમતનગર ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણમાહ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

**
સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી રતન કંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને સાતમા રાષ્ટ્રીય પોષણમાહ અંતર્ગત બેઠક કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે યોજાઇ હતી.સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં પહેલી સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણમાહની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારું આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે દેશની મહિલાઓ અને બાળકોને યોગ્ય પોષણ આપવાના હેતુસર અનેક પોષણલક્ષી યોજનાઓ કાર્યરત છે. આ તમામ યોજનાઓનો લાભ સંપૂર્ણ પારદર્શીતાથી તમામ તાગરીકો સુધી પહોંચે ખુબ મહત્વપૂર્ણ છે. આંગણવાડીઓમાં મકાન, શૌચાલય અને પીવાના પાણી જેવી માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તેમને ટેક હોમ રાશન જેવા પૂરક પોષણ આપવા, લાભાર્થીઓના મોબાઈલ નંબરની ચકાસણી, આધાર ચકાસણી વગેરે માટે ટેક્નોલોજી આધારિત ડેટા વેરિફિકેશન ઝુંબેશ સમગ્ર ભારતમાં ચલાવામાં આવે છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય પોષણમાહા અંતર્ગત એનિમિયા, વૃધ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી (PBPB) અને સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી જેવી વિવિધ થીમ આધારીત કાર્યક્રમો યોજવા અંગે વિસ્તારે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં અધિક આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણ, જિલ્લા શિક્ષક નિરીક્ષકશ્રી તરુણાબેન દેસાઈ, વાસ્મો કો-ઓર્ડીનેટરશ્રી તેમજ મુખ્ય સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!