
રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરાયું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચંદ્રકાંત એન્કલેવ ખાતે આમ આદમી પાર્ટી કાર્યાલય નું ઉદ્ઘાટન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોના કામનું નિરાકરણ ન આવતું હતું તે કામ લઈ રાજપરાડીથી ડેડીયાપાડા આવું પડતું હતું તો હવે ડેડીયાપાડા સુધી આવું નહીં પડે જેથી રાજપારડી કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા મંગળવાર અને શુક્રવારે બે દિવસ હાજર રહી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું કામ તેવો કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં સંદીપ વસાવા,રોશન શિંધી તેમજ જાવેદ મલેક,સર્જન વસાવા,કાંતિ વસાવા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




