સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,રબારણ ખાતે કયુ.ડી.સી. કક્ષાનો કલાઉત્સવ યોજવામાં આવેલ
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,રબારણ તાલુકો-અમીરગઢ ખાતે કયુ.ડી.સી. કક્ષાનો કલાઉત્સવ તારીખ-06 સપ્ટેમ્બર 24 ના રોજ યોજાયો હતો. તેમાં શાળાના આચાર્ય અને કયુ.ડી.સી.કન્વીનર ડૉ.ગજેન્દ્રસિંહ એમ. વાઘેલા,સી.આર.સી. કો-ઓર્ડીનેટર જાવેદભાઈ સિંધી,શાળાના તેમજ અન્ય શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ચિત્રસ્પર્ધા,બાળકવિ સ્પર્ધા,સંગીત ગાયન સ્પર્ધા તથા સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન શાળાના શિક્ષકો કિરણકુમાર દરજી,હરેશકુમાર પટેલ તેમજ મહંમદઅલી નોદોલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સેવક રમેશભાઈ ચૌહાણ,ચોકીદાર દેવાભાઈ રબારી તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સહકાર આપ્યો હતો.




