
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી નું નવીન પોલીસ સ્ટેશન નથી બનતું અને રામગઢીમાં આઉટપોસ્ટ નું મકાન ખંડેળ હાલતમાં, તંત્ર ક્યારે સામે જોશે..?
25 ગામડાને સમાવિષ્ટ રામગઢી ખાતે આવેલ આઉટપોસ્ટ ખંડેર હાલતમાં, છેલ્લા 25 વર્ષથી આજ હાલતમાં
ગતિશીલ ગુજરાતમાં ચાલતા અવિરત વિકાસની વાતો આપણે સૌ સાંભરીએ છીએ પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં વિકાસ થયો નથી અને જેને લઇ લોકો પણ પરેશાન છે.સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક નીતિ નિયમો બનાવાયા છે પરંતુ જયારે વાત આવે પોલીસ ડિપાર્ટમેન્ટ ની ત્યારે આજે પણ કેટલી જગ્યાઓ એવી છે જ્યાં નવીન પોલીસ સ્ટેશન નથી તો ક્યાંક આઉટપોસ્ટ છે પણ ખંડેર હાલતા છે તો પછી ક્યાંથી કાયદો અને વ્યસ્થા જળવાશે
વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગામની જ્યાં મળતી માહિતી અનુસાર આ મેઘરજ પોલીસ સ્ટેશન ની રામગઢી ખાતે આવેલ આઉટપોસ્ટ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે અને રામગઢી ગામમાં ચાલતી આઉટ પોસ્ટમાં 25 થી વધુ ગામડાઓ જોડાયેલા છે આ ગામમાંથી પસાર થતો રસ્તો પંચમહાલ અને રાજેસ્થાન ને જોડે છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી આઉટપોસ્ટ ખંડેળ હાલતમાં છે આ બાબતે વારંવાર અજુઆત પણ કરવામાં આવી છે છતાં હાલ આ આઉટપોસ્ટ નવા મકાન માટે જંખી રહ્યું છે ગામના લોકો એ આ બાબતે અરવલ્લી જિલ્લા એસપી કચેરી ખાતે પણ બે વર્ષ પહેલા જાણી કરી હતી ત્યાંથી એવો જવાબ મળેલ કે ગ્રાન્ટ નો અભાવ છે એવું જાણવા મળ્યું હતું. પરંતુ આવા વિકાશીલ ગુજરાતમાં હજુ પણ કેટલાય એવા આઉટપોસ્ટ છે જે નવા મકાન માટે જજંખી રહ્યાં છે તો આ આઉટપોસ્ટ નું મકાન નવું બને તેવી માંગ સેવાઈ રહી છે
ઇસરી પોલીસ સ્ટેશન છેલ્લા 12 વર્ષથી થી ક્વાટર્સ માં ચાલે છે ગ્રામપંચાયત દ્વારા બે બે વાર જમીન ફાળવવામાં આવી અને કલેકટર સહિતી એસપી પણ મુલાકાતે આવ્યા છતાં અધિકારીઓ બદલાયા કરે છે પણ નવું પોલીસ સ્ટેશન બનતું નથી આવું કેમ…? તંત્ર ની આરસ કે પછી નિષ્ક્રિયતા, આ બાબતે ગ્રામજનો એ પણ લેખિત મૌખિક રજૂઆતો કરી છે છતાં નવું પોલિસ સ્ટેશન બનતું નથી તો બીજી બાજુ રામગઢી નું આઉટપોસ્ટ નું મકાન પણ છેલ્લા 20 વર્ષથી જર્જરિત છે તો તંત્ર જાગે અને નવીન મકાન વિશે વિચારે એવી તેવી માંગ સેવાઈ રહી છે





