*સિદ્ધપુર તાલુકાના સહેસા ગામમા બારગામ કાકોશીયા ચૌહાણ જાગીરદાર દરબાર પરિવાર દ્વારા દ્રિતિય ઇનામ વિતરણ સમારોહ યોજાયો*
સિદ્ધપુર તાલુકાના સહેસા ગામમા બારગામ કાકોશીયા ચૌહાણ જાગીરદાર દરબાર પરિવાર તથા માઁ આશાપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ કાકોશી દ્રારા આયોજીત દ્રિતિય ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ યોજાયો હતો. જેમા સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થી બાળકો અને બાળાઓને શિક્ષણ કીટ જેવી પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત , સંસદ સભ્ય ભરતસિંહ ડાભી , અલ્પેશ ઠાકોર , જીબાજી ઠાકોર , સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અભિજીતસિંહ બારડ , રામાજી ઠાકોર , બેચરાજી ના પુર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર,સંજયસિંહ ચૌહાણ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
પાટણ જીલ્લા અધ્યક્ષ સહીત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો , કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર