GUJARAT

મિંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી યોજાઈ જેમાં પવિત્ર પેનલની ભવ્ય જીત થઈ

ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાની મિંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અનેકવાર વિવાદો સર્જાયા છે .આ ઉપરાંત એકવાર વહીવટદાર મૂકવાની પણ ફરજ પડી હતી.આ સમગ્ર વિવાદો વચ્ચે આજરોજ બરોડા ડેરીના અધિકારીઓ અને ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મીંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ હતી.જેમાં હિતેશ ઠાકોરની આગેવાનીમાં ચૂંટણી લડનાર પવિત્ર પેનલની ભવ્ય જીત થવા પામી હતી.આ જીત મેળવ્યા બાદ ડી.જે.ના તાલે ભવ્ય વિજય સરઘસ રેલી યોજાઇ હતી.જેમાં હિતેશ ઠાકોરના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!