GUJARAT
શિનોર ખાતે માછીવાડ યુવક મંડળ દ્વારા ડેકોરેશન સાથે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ની સ્થાપના કરાઈ
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લા ના શિનોર મુકામે આવેલ માછીવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષના અલગ અલગ ડેકોરેશન સાથે છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સતત 16 માં વર્ષે પણ માછીવાડ યુવક મંડળ શિનોર દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ વર્ષે માટીમાંથી બનાવવામાં આવેલ ઈકો ફ્રેન્ડલી ગણેશાની મૂર્તિ લાવીને સ્થાપના કરવામાં આવી છે.આ મૂર્તિ હાલ ગણેશ ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે.ત્યારે દરરોજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશજીના દર્શન કરી આરતી તેમજ મહા પ્રસાદી નો લ્હાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે






