GODHARAGUJARATPANCHMAHAL

ગોધરામાં ગણેશ વિસર્જન ઉજવણીના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા શહેરમાં આગામી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ગણપતિ વિસર્જનના દિવસે વિશ્વકર્મા ચોક ખાતે વિસર્જનમાં ભાગ લેવા સવારથી તમામ વિસ્તારોમાંથી ગણેશ મંડળો ગણેશજીની પ્રતિમા તથા ડી.જે. સાથે વહેલી સવારથી સ્થાપના સ્થળેથી વિસર્જનના સ્થળે જતા હોય છે. જેને જોવા વિશાળ જનસમુદાય પગપાળા અને વાહનોમાં અવર-જવર પણ કરતા હોય છે.

 

ગણપતિ વિસર્જનના દિવસની ઉજવણીના આગોતરા આયોજન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને ગોધરા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, રસ્તાઓના ડાયવર્ઝન બાબતે જાહેરનામું અમલી કરાયું છે. તેમણે એમ.જી.વી.સી.એલ, આર એન્ડ બી, નગરપાલિકાના

અધિકારીશ્રીઓને સુચારુ આયોજન બાબતે સૂચનો કર્યા હતા.

આ સાથે પોલીસનો ચુસ્ત બંધોવસ્ત સહિત શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની ઉજવણી કરાય તે માટે આનુવંશિક કામગીરી કરવા જણાવ્યું હતું.

 

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા, ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

***

Back to top button
error: Content is protected !!