હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધુ એક સેવાકીય પ્રવૃત્તિ કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૯.૨૦૨૪
રોટરી ક્લબ હાલોલ દ્વારા આજ રોજ સેવાકીય પ્રવૃત્તિ માં ત્રણ શાળાના બાળકોને શૈક્ષણિક સાહિત્યની વહેંચણી કરવામાં આવી હતી.ગણેશપુરી પ્રાથમિક શાળા, ધરમપૂરી પ્રાથમિક શાળા તેમજ વડા તળાવ પ્રાથમિક શાળામાં કુલ 122 વિદ્યાર્થીઓને પેન્સિલ રબર શાર્પનર કલર તેમજ અન્ય ઉપયોગી સાધનો વાળી એજ્યુકેશનલ કીટ વહેચવામાં આવી હતી.તેમજ શાળાના બાળકોને તેમના મધ્યાન ભોજન ની સાથે રોટરી ક્લબ દ્વારા હાલોલ થી લઈ જવાયેલ મીઠાઈમાં બુંદી તેમજ ફરસાણમાં ગાંઠિયા પણ પીરસવામાં આવ્યા હતા. આજની આ સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રમુખ હાર્દિક જોશીપુરા,મંત્રી વૈભવ પટેલ, આઈપીપી તેમજ ખજાનચી પ્રદીપ પરીખ ઉપરાંત અન્ય સભ્યોમાં પારસ પટેલ, ધવલ એસ પટેલ, ધવલ વી પટેલ તેમજ બ્રિજેશ ત્રિવેદી વિગેરે સભ્યોએ હાજર રહીને સુંદર સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.આ સાથે અગાઉ ઇન્દોર થી District 3040 દ્વારા મોકલાયેલા બિસ્કીટ નું વિતરણ પણ બાળકોને કરવામાં આવ્યું હતું.વડાતલાવ પ્રાથમિક શાળા ખાતે શાળા ના આચાર્ય મિત્તલ બેન પંડ્યા તેમજ શરદભાઈ પંડ્યાએ મંચ પરથી રોટરી ક્લબ ના આવેલ સભ્યો નું પુસ્તક ના મોમેંટો થી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.