વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પુરવઠા વિભાગ અને વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આહવા નગરની કરીયાણા તથા મીઠાઈની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયુ હતુ.ત્યારે આકસ્મિક તપાસણીમાં કુલ 170.52 કીગ્રા ( જેની કિંમત રૂપિયા 62,067/-) નો એક્ષપાઈરી જથ્થો મળી આવતા આ દુકાનધારક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાનાં પુરવઠા અધિકારી આશાબેન વસાવા તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડ ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર.વલવીનાં માર્ગદર્શન હેઠળ સેફટી ઓફિસર સી.એન.પરમાર તથા કે.જે.પટેલ સાથેની પોલીસ સ્ટાફ આહવાની સંયુક્ત ટીમે આહવા વિસ્તારમાં આવેલ તમામ કરિયાણાની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં કુલ-05 દુકાનોમાંથી એક્ષપાયરી ડેટનો જથ્થો પકડી પાડ્યો હતો.ત્યારે આ તપાસણી દરમિયાન કુલ 170.52 કિગ્રા( જેની કિંમત રૂપિયા 62,067/- ) નો એક્ષપાઈરી જથ્થો મળી આવ્યો હતો.જેમાં આઝાદ ટ્રેડર્સ,જોધપુર સ્વીટ તથા અન્ય એક દુકાનનું લાઈસન્સ સસ્પેન્ડ કરી 2 દિવસ માટે બંધ કરાવવામાં આવેલ છે.જ્યારે વી. એન ટ્રેડર્સ,તાજ કોર્નરનસો વગર લાઈસન્સે ધંધો કરતા તેઓ સામે કેસ કરવામાં આવેલ છે.તેમજ લાઈસન્સ લઈ ન લે ત્યાં સુધી દુકાન બંધ રાખવાની સૂચના આપવામાં આવેલ છે.આ દુકાનોમાં સ્વચ્છતાની જાળવણી તથા એક્સપાયર ખાધ્ય ચીજ ન રાખવી તથા તેનું વેચાણ ન કરવાની કડક સૂચના આપવામાં આવતા આહવા નગરનાં દુકાન સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી..