BANASKANTHAVADGAM
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ લિંબોઈ (મેમદપુર) ખાતે તારીખ- ૧૦/૦૯/૨૦૨૪ મંગળવારનાં રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં આર્ટસનાં પ્રિન્સિપાલ પદે વાઘેલા માનસીબેને જવાબદારી સંભાળેલ, સાયન્સનાં પ્રિન્સિપાલ પદે પંચાલ માનસીબેને જવાબદારી સંભાળેલ જેમાં કુલ ૧૬ વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક તરીકે જવાબદારી સંભાળેલ.આ પ્રસંગે જે વિધાર્થીઓ એ પ્રાધ્યાપક તરીકે જવાબદારી સંભાળેલ તે સર્વે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. કાર્યક્ર્મમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી.એમ.સી.હડિયોલ સાહેબ ઊપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ.એલ.એસ.મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ ગણે કરેલ.




