GUJARAT

સાધલી આઉટ પોસ્ટ ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ફૈઝ ખત્રી..શિનોર સુરતમાં પત્થરમારાની ઘટના બન્યાં બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.ત્યારે આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ ના તહેવાર ને લઈને શિનોર પોલીસ દ્વારા સાધલી આઉટ પોસ્ટ ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કાયદાની અમલવારી સાથે પર્વ ની ઉજવણી કરવા અપીલ કરાઇ હતી.જેમાં હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાથે જિલ્લા LCB,SOG અને શિનોર PSI સહિત તમામ શિનોર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!