
ચાલુ માસે (સાબરમતિ જળાશય યોજનાના જળ સ્ત્રાવક્ષેત્રમાં સારો વરસાદ થાય અને સાબરમતિ જળાશય યોજનાનું જળસ્તર રૂલ લેવલે (૬૨૧ ફુટ) પહોંચે ત્યારે પાણીની આવક ને આધિન સાબરમતિ નદીમાં પાણી છોડવાની સંભાવના છે. તો કાર્યપાલક ઈજનેરશ્રી, ધરોઈ મુખ્ય બંધ વિભાગ નં. ૧, ધરોઈ કોલોની, સતલાસણાના સંપર્કમાં રહી નીચાણવાળા વિસ્તારમાં આવેલ કાંઠા વિસ્તારના ગામોને સતત એલર્ટ કરવા તેમજ જરૂરી રાહત અને બચાવ અંગે પુરતું આયોજન સહિતની કાર્યવાહી કરવા વિનંતી સહ તાકીદ કરવામાં આવે છે મામલતદાર ડીઝાસ્ટર જિલ્લો મહેસાણા દ્વારા સંબંધિતોને જણાવ્યુ છે.
ધરોઈ મુખ્ય બંધ વિભાગ નં. ૧ કાર્યપાલક ઈજનેરશ્રી સુમિત પટેલ ના જણાવ્યાનુસાર સાબરમતિ જળાશય, ધરોઈમાં પાણીનો જથ્થો 71.13% થયેલ છે તે જોતા સતલાસણા, ખેરાલુ, વડનગર, વિજાપુર તાલુકાઓના નીચાણવાળા વિસ્તારમાં આવેલ કાંઠા વિસ્તારના ગામોને સતત એલર્ટ રહેવા અનુરોધ છે.




