BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ: કુકરવાડા ગોકુળ નગરમાં તંગદીલી સર્જાઈ હતી, પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું

ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું, ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદએ મિલાદના પર્વને અનુલક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના એ અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગમાર્ચ નીકળી હતી.પોલીસ કાફલાએ શહેરીજનોને સુરક્ષા તેમજ સલામતીની અનુભૂતિ કરાવી હતી.
ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તહેવાર દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે.
સમીર પટેલ, ભરુચ


