BANASKANTHAGUJARATPALANPUR

સી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાએ વિભાગ-1માં પ્રથમ નંબર મેળવ્યો

11 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાએ સી.આર.સી આદ્યશક્તિ ઇન્દિરા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2024-25 મજલિસે દઅવતુલ હક્ક પ્રાથમિક શાળા ખાતે યોજાયું, જેમાં સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીમતી ટ્વિન્કલબેન ડી સાલવીના માર્ગદર્શન હેઠળ ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ કુરેશી સાલેહા અને સિંધી અલસિફાએ વિભાગ-1 માં આરોગ્યપ્રદ ઉકાળાનું વર્કિંગ મોડેલ રજૂ કર્યું હતું તેમાં પ્રથમ નંબર મેળવ્યો બંને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ વિસ્તારથી બાળકોને,વાલીઓને અને નિર્ણાયકોને નિદર્શન કરીને સમજ આપી હતી તેમના આ મોડલથી ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવેલા બાળકો અને વાલીઓ પ્રભાવિત થયા હતા. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસ્રીયાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2024-25 માં વિભાગ-1માં પ્રથમ નંબર મેળવવા બદલ બંને વિદ્યાર્થીનીઓ અને તેને માર્ગદર્શન આપનાર શ્રીમતી ટ્વિન્કલબેન ડી સાલવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

Back to top button
error: Content is protected !!