GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મોટા જડેશ્વર પાસે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ

WAKANER:વાંકાનેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મોટા જડેશ્વર પાસે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ

 

 

આયોજકોએ વિસર્જન માટે નગરપાલિકાને લેખિતમાં જાણ કરવાની રહેશે

વાંકાનેર શહેરી વિસ્તારમાં જ્યાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવી હોય તેના વિર્સજન માટે નગરપાલિકા દ્વારા મોટા જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવી છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનુ વિર્સજન કરવાનું રહેશે. જેમાં દરેક પંડાલ/આયોજકો એ વિર્સજન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિર્સજનના દિવસે પૂજા અર્ચના કરી મૂર્તિ વાંકાનેરમાં નાગા બાવાની જગ્યા સામે ભરાતા મેળાના ગ્રાઉન્ડમાં રાખવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાનાં વાહનમાં વિર્સજન માટે લઈ જવામાં આવશે જેમા ચાર જ વ્યકિતઓને વિર્સજન માટે લઈ જવામાં આવશે જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ જાહેરનામાંના ભંગ કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાણ શહેરી જનોએ લેવા વાંકાનેર નગરપાલિકામુખ્ય અધિકારીશ્રી ગીરીશકુમાર આર. સરૈયાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!