GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને પોષણ માસ અંતર્ગત બેઠક યોજાઈ

તા.૧૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

હિમોગ્લોબીન ચેકઅપ, ગ્રોથ મોનીટરીંગ, પોષણ અંગે શિક્ષણ વિષે ચર્ચા કરાઈ

Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સભા ગૃહ ખાતે પોષણ માસ અંતર્ગત આગામી દિવસોના આયોજન તેમજ હાલ સુધીની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ડીડીઓશ્રી દ્વારા પોષણ માસનું મહત્વ સમજાવી કઈ રીતે ઉજવણી કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પોષણ માટે શિક્ષણ તેમજ વાલીઓને પોષણ માર્ગદર્શન, કિશોરીઓ – સગર્ભાઓ અને ધાત્રી માતાઓનું હિમોગ્લોબિન ચેકઅપ, બાળકો તેમજ કિશોરીઓનું ગ્રોથ મોનિટરિંગ તેમજ વિવિધ પ્રચારાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોષણ માસની મુખ્ય થીમ એનીમીયા અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક, પૂરક આહાર, સર્વગ્રાહી પોષણ, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીના ઉપયોગ અને વૃદ્ધિ દેખરેખ વિષય પર માઇક્રો પ્લાનિંગમાં વિશિષ્ટ નવતર પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે આગામી દિવસોમાં વાલી મીટીંગ, ખાસ પોષણ સુધારણા માટે વાનગી સ્પર્ધા વગેરે કાર્યક્રમ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક સમયે પોષણ યાદ રહે અને લાભાર્થીઓ સુધી પણ પોષણ સંદેશો પહોંચાડવાની દરેકને પ્રેરણા મળે તે હેતુથી આઇ.સી.ડી.એસ.દ્વારા પોષણ માસ ઉજવણીમાં આઈ.ઈ.સી પ્રવૃત્તિ અંતર્ગત બેનર, પેમ્ફ્લેટની સાથોસાથ પોષણની થીમ સાથે ઘડિયાળ બનાવડાવવામાં આવી હતી જેનું બેઠક બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મદદનીશ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વણવી, મદદનીશ બાગાયત નિયામક શ્રી હિરેનભાઈ ભીમાણી, મદદનીશ વન સંરક્ષક શ્રી કોટડીયા તથા અન્ય વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!