GODHARAPANCHMAHAL

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોટડા ખાતે રાજ્યસભાના સાંસદ  ડો.જશવંતસિંહ પરમારની શુભેચ્છા મુલાકાત

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

રાજ્યસભા સાંસદ  ડો.જશવંતસિંહ પરમાર સાહેબ દ્વારા પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોટડા, ગોધરાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી દ્વારા સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો વિશે માહિતી લીધી ત્યારબાદ વિદ્યાર્થીઓને સંબોધીને અભ્યાસમાં સારું પરિણામ મેળવીને સંસ્થા તથા સમાજનું નામ આગળ વધારવા સૂચન કર્યું હતું. અને શિક્ષણ અને આરોગ્યની કાળજીનું ખાસ ધ્યાન રાખવું. આ સાથે સંસ્થામાં ચાલતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની પણ માહિતી લીધી આ પ્રસંગે સંસ્થા ટ્રસ્ટી શ્રી ડૉ.જે.બી પટેલ ટેલીફોનીક માધ્યમથી જોડાયા હતા અને સાંસદશ્રી આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી નીવડે એવી અપેક્ષા દાખવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રતીક શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!