BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે અનોખો (QDC) કયુડીસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-11/9/2024 ના રોજ ડૉ.વિક્રમ સારાભાઈ QDC કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરની શાળાઓના મા.અને ઉ.મા.વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની રસ-રુચિ પ્રમાણે બાળકવિ, સંગીત વાદન, ચિત્રસ્પર્ધા, સંગીત ગાયન વગેરે પ્રવૃત્તિઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓ તંદુરસ્ત અને તટસ્થતાપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સ્પર્ધકો બિન યુનિફોર્મમાં, સ્પર્ધકનું નામ-પરિચય અને શાળાનું નામ આપ્યા વગર કોડ નંબર આધારિત તમામ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા પણ કોડ આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં નિર્ણાયકો તરીકે કલાના જાણકાર એવા શ્રી હરેશભાઈ પ્રજાપતિ (સરસ્વતી સંગીત ક્લાસ), શ્રી રાજેશભાઈ મિશ્રા (સુરભી સંગીત ક્લાસ), શ્રી કાદરભાઈ મનસુરી (કવિવર તથા નિવૃત્ત શિક્ષક, અંધજન મંડળ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમને શાળાના આચાર્યશ્રીએ સાલ તથા પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યાં હતા. આ સાથે તમામ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને લઈને આવનાર તમામ શિક્ષકોને શાળા પરિવાર દ્વારા પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કલા ઉત્સવમાં આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી. જેમાં મા.વિ.માં બાળકવિ સ્પર્ધામાં ભૂમિકા ચૌધરીએ પ્રથમ નંબર, સંગીત વાદન સ્પર્ધામાં અપૂર્વ પ્રજાપતિએ તૃતીય નંબર અને ઉ.મા. વિભાગની ચિત્ર સ્પર્ધામાં નેન્સી ગોસ્વામીએ પ્રથમ નંબર, બાળકવિ સ્પર્ધામાં છાયા ઠાકોરે દ્વિતીય નંબર અને સંગીત વાદન સ્પર્ધામાં રણજીતસિંહ ઠાકોરે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.આમ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન અને પ્રેરણાથી તથા સ્ટાફ મિત્રોના .સહયોગથી કલા ઉત્સવનું સુંદર આયોજન થયું હતું. તથા કલા ઉત્સવમાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

 

Back to top button
error: Content is protected !!