BANASKANTHAGUJARATPALANPUR
CRC કક્ષા ના 2024-25 ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત ભૂતેડી સીઆરસી ની રણાવાસ પ્રા શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
સીઆરસી (CRC ) કક્ષા ના 2024-25 ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત ભૂતેડી સીઆરસી ની રણાવાસ પ્રા શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.. ક્લસ્ટર ની તમામ શાળાઓમાંથી વિભાગ પ્રમાણે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.. ભૂતેડી પે સેન્ટર શાળાની 3 કૃતિઓ શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી.. જ્યારે 2 કૃતિઓ રણાવાસ પ્રા શાળા માંથી વિજેતા થઈ હતી.. તમામ શાળાઓએ શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી.. યજમાન શાળા પરિવારે કાર્યક્રમ નું સુંદર અને સફળ આયોજન કર્યું હતું.. સીઆરસી શ્રી એન. ડી.શ્રીમાળી એ તમામ કૃતિઓને બિરદાવી હતી અને વિજેતા તેમજ ભાગ લેનાર તમામ શાળાઓ ને અભિનંદન પાઠવ્યા હતા.




