જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. હસરત જૈસ્મીનના અધ્યક્ષસ્થાને પોષણ માસ અંતર્ગત બેઠક યોજાઈ
હિમોગ્લોબીન ચેકઅપ, ગ્રોથ મોનીટરીંગ, પોષણ અંગે શિક્ષણ વિષે ચર્ચા કરવામાં આવી

જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસ્મીનનીઅધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે મળી “પોષણ માહ” અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી
ડૉ હસરત જૈસ્મીનના અધ્યક્ષ સ્થાને પોષણ માસ અંતર્ગત આગામી દિવસોના આયોજન તેમજ આગામી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ડીડીઓશ્રી દ્વારા પોષણ માસનું મહત્વ સમજાવી કઈ રીતે ઉજવણી કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પોષણ માટે શિક્ષણ તેમજ વાલીઓને પોષણ માર્ગદર્શન, કિશોરીઓ સગર્ભાઓ અને ધાત્રી માતાઓનું હિમોગ્લોબિન ચેકઅપ, બાળકો તેમજ કિશોરીઓનું ગ્રોથ મોનિટરિંગ તેમજ વિવિધ પ્રચારાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પોષણ માસની મુખ્ય થીમ એનીમીયા અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક, પૂરક આહાર, સર્વગ્રાહી પોષણ, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીના ઉપયોગ અને વૃદ્ધિ દેખરેખ વિષય પર માઇક્રો પ્લાનિંગમાં વિશિષ્ટ નવતર પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે આગામી દિવસોમાં વાલી મીટીંગ, ખાસ પોષણ સુધારણા માટે વાનગી સ્પર્ધા વગેરે કાર્યક્રમ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક સમયે પોષણ યાદ રહે અને લાભાર્થીઓ સુધી પણ પોષણ સંદેશો પહોંચાડવાની દરેકને પ્રેરણા મળે તે હેતુથી આઇ.સી.ડી.એસ.દ્વારા પોષણ માસ ઉજવણીમાં આઈ.ઈ.સી પ્રવૃત્તિ અંતર્ગત બેનર, પેમ્ફ્લેટ બનાવડાવવામાં આવ્યા હતા.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી , પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્રિવેદી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયા, ખેતીવાડી અધિકારી એલ.કે.પટેલ ,સંકલિત બાળ વિકાસ યોજના પ્રોગ્રામ ઓફિસર જીજ્ઞાબેન દવે ,જિલ્લા મહિલા અધિકારી, રાષ્ટ્રીયબાળ સુરક્ષા કાર્યક્રમના અધિકારી ડૉક્ટર ખુશ્બુબેન, એપેડેમીક અધિકારી ડો. વિનોદભાઈ તેમજ સંબંધિત અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



