ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે આવેદનપત્ર પાઠવાયું.

ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે આવેદનપત્ર પાઠવાયું. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર બાબતે રજૂઆત..
ભરૂચ શહેર અને જિલ્લાના આદિવાસી સમાજના લોકો ઘ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે રાષ્ટ્રપતિ ને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર ને પાઠવી આદિવાસી સમાજ ના હકક અને અધિકાર અંગે રજૂઆત કરવામાં આવી હતી…. આદિવાસી સમાજ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે ૧૩–સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, સને ૨૦૦૭ માં યુનો ઘ્વારા ૧૩–સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિવાસીઓના અધિકારોની સુરક્ષા અને પ્રોત્સાહન આપવા ઘોષણામાં ૪૬-અનુચ્છેદોની જોગવાઈ કરવામાં આવેલ છે..
તેથી આદિવાસી સમાજ ના હકક—અધિકારોની મુખ્ય માંગણીઓ અંગે રજૂઆત કરાઈ છે જેમાં જંગલની જમીન ખેડવાનો વન અધિકારનો કાયદા-૨૦૦૬ મુજબ લગભગ ૧-લાખ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળીને કુલ : ૪૯ જિલ્લાઓ મળીને ભીલપ્રદેશ તરીકે અલગ રાજયની વર્ષોથી આદિવાસી સમુદાયોની જે માંગણી છે પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે..બંધારણની જોગવાઈ મુજબ ૭.૫૦% આદિવાસી સમાજની સરકારી નોકરીઓમાં અનામતની જગ્યાઓ ભરવામાં આવે.,૯-મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવામાં આવે., આદિવાસી સમાજ માટે અલાગ ધર્મકોડની જોગવાઈ કરવાામાં આવે. ગ્રામસભા ને વિશેષ મહત્વ આપવામાં આવે , બંધારણના આટીકલ્સ-૨૪૪ મુજબ ટ્રાયબલ એડવાઝરી કાઉન્સીલ (TAC) ની બેઠક બોલાવવા ,વિવિધ પ્રોજેક્ટ માં વિસ્થાપિત થનાર લોકોને અટકાવવામાં આવે સહિત ની વિવિધ રજૂઆતો કરવામાં આવી છે.
સમીર પટેલ, ભરૂચ



