
મહેસાણા જિલ્લા આરોગ્ય શાખા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એમ.પી.કાપડિયા અને ખેરાલુ લાયઝન અધિકારીશ્રી ડો.વિનોદભાઈ પટેલ (EMO MAHESANA )ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુ દ્વારા ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગેટ આગળ, અરઠી પેટ્રોલ પમ્પ પાસે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
ભાદરવી પૂનમ અંતર્ગત પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ ની સેવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે. આ સાથે જનજાગૃતિ માટે IEC પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અલ્કેશ શાહ દ્વારા પદયાત્રીઓ ને પ્રાથમિક સારવાર માં કોઈપણ તકલીફ ન પડે એ માટે જરૂરી વ્યવસ્થા ને સૂચના આપવામાં આવી હતી.
કેમ્પની સ્થળ મુલાકાત કરીને વિગતે માહિતી પણ આપવામાં આવી હતી.કેમ્પ ઉપર ખેરાલુ થી ડભોડા ના કેમ્પ પર ડી.કે.પટેલ THS ખેરાલુ અને ટિમ દ્વારા કેમ્પ ની મુલાકાત લઈ TCL પાવડર વિતરણ અને ક્લોરીનેશન કામગીરી કરવામાં આવી રહી છે.
આજે મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી , મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ , એમ.ડી.ચૌધરી દ્વારા અરઠી કેમ્પ ખાતે મુલાકાત લઈને આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા પદયાત્રીઓને શુ સારવાર આપી રહ્યા છો એની ચર્ચા કરવામાં આવી હતી.






