ભરૂચ એસ.ઓ.જી.પોલીસે અંકલેશ્વર GIDC માં ગોડાઉનમાંથી મિક્ષ સોલવન્ટ ભરેલ રૂ. 334 બેરલ ઝડપી પાડયા
ભરૂચ એસ.ઓ.જી.પોલીસે અંકલેશ્વર GIDC માં ગોડાઉનમાંથી મિક્ષ સોલવન્ટ ભરેલ રૂ. 334 બેરલ ઝડપી પાડયા, રૂ.22,15,760/- નો મુદ્દામાલ કબજે કરી તેના માલીક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી…
રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકીંગ દરમ્યાન અંકલેશ્વર GIDC માં ગોડાઉનમાંથી મિક્ષ સોલવન્ટ પ્રવાહી ભરેલ રૂ. 334 બેરલ મળી આવતા એસ.ઓ .જી.પોલીસે .રૂ. 22,15,760/- નો મુદ્દામાલ કબજે કરી તેના માલીક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે…
ભુતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજયમાં વિવિધ જગ્યાઓએ બનેલ ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટી ના અભાવે બનેલ હોય જેથી તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઇ બનાવ ન બને તે હેતુસર ભરુચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સુચના અને માર્ગદર્શનના આધારે એસ. ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર
એ.એ.ચૌધરી એ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ ટીમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે એ/૨, કામધેનું ઈન્ડસ્ટ્રીટ એસ્ટેટ-04, જીતાલી ખાતે “પ્રતિજ્ઞા એન્ટરપ્રાઈઝ’ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમા અનઅધિકૃત રીતે જ્વલંનશીલ પ્રવાહી કેમીકલ સોલવન્ટ રાખેલ જણાઈ આવેલ..તેમજ ગોડાઉનમાં સોલવન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફટી સિસ્ટમ જેવાં કે ફાયર હાઈડ્રન્ટ પંપ, વોટર સ્ટોરેજ, ફોમ, સ્પીન્ગ્લર સિસ્ટમ હતી નહી આ ઉપરાંત તે માટેની જરૂરી NOC પણ મેળવી ન હોવાનું જણાયું હતું…આ પ્રકાર ની બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જીંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી માધવરામ ઉર્ફે બબલુ તિવારી રહેવાસી. રોયલ રેસીડન્સી પોઈન્ટ પાસે, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર વિરૂધ્ધ SOG ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન માં બી.એન.એસ. કલમ- ૨૮૭, ૧૨૫ મુજબ નો ગુન્હો દાખલ કરી 55,417 લીટર મીક્ષ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ 334 જેની કિ.રૂ. 22,15,760/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
સમીર પટેલ, ભરૂચ