MALIYA (Miyana):માળીયા(મી.) ખીરસરા ગામના ખેડૂત પાસેથી કપાસ મેળવી છેતરપિંડી કરનાર રાજકોટના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
MALIYA (Miyana):માળીયા(મી.) ખીરસરા ગામના ખેડૂત પાસેથી કપાસ મેળવી છેતરપિંડી કરનાર રાજકોટના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
માળીયા(મી) તાલુકાના ખીરસરા ગામે રહેતા ખેડૂત છેતરપિંડીનો શિકાર થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ખેડૂતને પોતાના કપાસનો સારો ભાવ આપવાનું કહી ૮૪૬ મણ કપાસ મેળવી રાજકોટના શખ્સે ખેડૂતને કપાસનો એક રૂપિયો ન આપી કપાસનો માલ ઓળવી જવા અંગે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા(મી) તાલુકાના ખીરસરા ગામે રહેતા વિજયભાઇ છગનભાઇ ખાડેખા ઉવ.૪૧ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી સુરેશભાઇ ગોવીંદભાઇ લુણાગરીયા રહે.રાજકોટ નાનામવા રોડ રાજ રેસીડેન્સીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી સુરેશભાઈ પટેલે ફરિયાદી વિજયભાઈના વેવાઇ સામળાભાઇ થકી વિજયભાઈનો વિશ્વાસ કેળવી કપાસના સારા ભાવ આપવાનું કહી ગત તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આરોપી સુરેશભાઈએ વિજયભાઈ પાસેથી ૮૪૬ મણ કપાસ જે એક મણ કપાસની કિ.રૂ.૧૬૨૦ લેખે કુલ કિ.રૂ.૧૩,૭૦,૫૨૦/- નો માલ લઇ લીધો હતો. જે માલના આજદિન સુધી પૈસા ન આપી ખેડૂત વિજયભાઈ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. હાલ ભોગ બનનાર ખેડૂતની ફરિયાદ પરથી આરોપી એવા રાજકોટના વતની સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.