રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનુ બનાવી હેરાફેરી કરતા ઇસમને ડાલા સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૫,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે

રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનુ બનાવી હેરાફેરી કરતા ઇસમને ડાલા સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૫,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઇ. એલ.સી.બી તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. સનતભાઈ તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનભાઈ તથા અ.હે.કો. અમરતભાઈ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.પો.કો.ગોપલભાઈ તથા અ.હે.કો. ધવલકુમાર તથા આ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. વિજયભાઈ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ. તા.૧૨/૦૯/૨૦૨૪ના રોજ ટીમના માણસો ભાદરવી પુનામ પદયાત્રી બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિંમતનગર ન્યાય મંદીર પાસે રોડ ઉપર જતા સાથેના આ.એ.એસ.આઈ સનતકુમાર ધીરૂભાઇ તથા આ.પો.કો વિજયભાઇ ભીખાભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ” એક સફેદ કલરનુ મહીન્દ્રા બોલેરો પીક અપ ડાલા નંબર-GJ.09.AU.8969 નો ચાલક ડાલામાં પાછળ બોડીના ભાગે પતરાની નીચે ગુપ્તખાનુ બનાવી તેની અંદર રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખેડબ્રહ્મા થઇ વડાલી તરફ આવનાર છે.’ ‘ જે બાતમી હકીકત આધારે વડાલી રામજી બાપા શારદા મંદીર સામે રોડ ઉપર આવી પ્રોહી નાકાબંધી કરી ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમ્યાન ખેડબ્રહ્મા તરફથી બાતમી મુજબનું સફેદ કલરનું મહીન્દ્રા બોલેરો પીક અપ ડાલા નંબર-GJ.09.AU.8969નું આવતા તેને રોકી ડાલાની પાછળ બોડીના ભાગે જોતા પતરાની નીચે ગુપ્ત ખાનુ બનાવેલ હોય જે ખાનુ ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી બીયરની પેટીઓ ભરેલ હોઇ જે બીયરના ટીન નંગ-૭૨૦ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા મહીન્દ્રા કંપનીનુ બોલેરો પીકઅપ ડાલા નંબર- GJ.09.AU.8969 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશન પાર્ટી-સી-ગુ.ર. નં.૧૧૨૦૯૦૫૪૨૪૦૩૮૧/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬પએઇ.૮૧.૮૩ મુજબનો પ્રોહી. કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
અ.નં. વિગત. કિંમત
૧ બીયરના ટીન નંગ- ૭૨૦._____૩.८०,૦૦૦/-
૨ મોબાઈલ નંગ.-૧.___________૩.૫,૦૦૦/-
3. પીકઅપ ડાલું-૧.__________૩.૫,૦૦,૦૦૦/-
કુલ-__રૂ.૫,૯૫,૦૦૦/-
પકડાયેલ આરોપી
(૧) સરતાનભાઇ સ/ઓ નાગજીભાઇ મોતીભાઇ રબારી ઉ.વ.૨૬ રહે.કઠવાવડી રબારી ફળીયુ તા.વિજયનગર જી.સાબરકાંઠા
પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ
(૨) બલીચા ઠેકાના સેલ્સમેન પીન્ટ ઉર્ફે પ્રકાશ મોહનલાલ પુરબીયા રહે.આર.કે સર્કલ સેલીબ્રેશન મોલની સામે ઉદેપુર રાજસ્થાન (ડાલામાં બીયર ભરી આપનાર )
(૩) મનોજભાઇ ઉર્ફે ભુરીયો સ/ઓ રસીકભાઇ રાજપુત રહે,કમળા, ભરવાડ વાસ તા.નડીયાદ જી.ખેડા (નડીયાદ બાયપાસ પ્રોહી મુદ્દામાલ ભરેલ ડાલુ રીસીવ કરનાર)
અહેવાલ:- પ્રતિક ભોઈ



