ખેડબ્રહ્મા તાલુકાની આગિયા ખેરોજ રતનપુર પંચાયતોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું
ખેડબ્રહ્મા તાલુકાની આગિયા ખેરોજ રતનપુર પંચાયતોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું
તલાટી કમ મંત્રી પ્રસન્ન્ય કામગીરી
…મેળા સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાન..
ભાદરવી પૂનમ સંદર્ભે ખેડબ્રહ્મા સહિતના રસ્તાઓ પગપાળા માઈભક્તોના નાદથી ઉભરાઈ રહ્યા છે અને આવા રસ્તાઓ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરાઈ રહી છે તેવા સમયે પદયાત્રીઓને ખાવા તથા પીવા માટેની વ્યવસ્થાઓ કરાઈ છે તેવા સમયે રસ્તાઓ પર અનેક પ્રકારનો કચરો પડતો હોય છે અને તેના લીધે ગંદકી ફેલાય છે. તેવા સમયે માઈભક્તો દ્વારા નાખતા નાકામ કચરાને આગિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સુનિલ કે પ્રજાપતી અને રતનપુર ગ્રુપ પંચાયત ખેરોજ ગ્રામ પંચાયત તલાટી શ્રી હેવેન્દ્રસિંહ .એમ.રેહેવર તેમની પંચાયતની ટીમ દ્વારા રોડ પર પડેલ કચરાને ડસ્ટબિન ટોપલીમાં વીણી ટ્રેકટર દ્વારા તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરી સફાઈની ઝુંબેશ હાથ ધરી છે અને રસ્તાઓ તથા રોડની બાજુમાં અથવા કેમ્પની આજુબાજુનો કચરો વીણી સાફ કરી સરાહનીય કામગીરી કરી રહ્યા છે તેને સર્વ લોકો આવકારી રહ્યા છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ