આણંદ – વિદ્યાનગરમાં ટોળાએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો.ટોળા વિરૂદ્ધ ગુનો નોંધાયો.

વિદ્યાનગરમાં ટોળાએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો.ટોળા વિરૂદ્ધ ગુનો નોંધાયો.
તાહિર મેમણ :આણંદ – 14/09/2024-આણંદ જિલ્લા ના વિદ્યાનગર ખાતે આવેલ હરીઓમનગર માં પાણીની ટાંકી સામે ગત રાત્રીના સમયે ટોળાએ ભેગા મળીને એક યુવક ઉપર લાકડીઓ તેમજ લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે હુમલાખોર ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લા તાલુકાના વિદ્યાનગરમાં રહેતાં ધવલ ઉર્ફે બોબો ગોપાલભાઇ માછી એ પોતાના વિસ્તારમાં રહેતાં એક મહિલાના ઘરે અવારનવાર જતાં ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડને ગત રાત્રીના સમયે ઠપકો આપ્યો હતો. જેથી રોષે ભરાયેલા ઘનશ્યામ ભરવાડે ફોન કરીને પોતાના સાગરીતોને ત્યાં બોલાવ્યાં હતાં. જેથી જગમલભાઇ ઉર્ફે જોરૂભાઈ આલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ, સુનીલભાઈ ધનશ્યામભાઈ ભરવાડ, અજય હરીભાઈ ભરવાડ તથા અન્ય પાંચેક અજાણ્યાં ઈસમો હાથમાં લાકડીઓ તેમજ લોખંડની પાઈપો લઈને તુરંત જ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને ધવલ માછી સાથે ઝઘડો કર્યો હતો.
જગમલભાઇ ઉર્ફે જોરૂભાઈ આલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ, સુનીલભાઈ ધનશ્યામભાઈ ભરવાડ અને અજય હરીભાઇ ભરવાડ પણ લાકડીઓ તેમજ લોખંડની પાઈપો વડે આ ધવલ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ધવલ ધવલ માછીને માથા, છાતી તથા બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બુમાબુમ થતાં આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યાં હતાં. તે વખતે ભરવાડોના આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. સામસામે થયેલા આ પથ્થરમારામાં ત્રણ બાઈકોને નુકશાન પહોંચ્યું છે.
આ અંગેની જાણ થતાં વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. જોકે, પોલીસની ગાડીની સાયરનનો અવાજ સાંભળી આ ભરવાડોનું ટોળું પોતાના વાહનો સ્થળ પર મુકીને જ ભાગી ગયાં હતાં. સ્થળ પર પહોંચેલી પોલીસે સૌપ્રથમ ઈજાગ્રસ્ત ધવલ માછીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત ધવલના મિત્ર અશોકભાઇ નવીનભાઇ ઠાકોરની ફરીયાદને આધારે વિદ્યાનગર પોલીસે ઈસમો વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 109, 54, 189(2), 190, 191(2), 191(3), 324(4), 324(5), 352 તેમજ જી.પી.એ એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




