ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, 26181 કેસોનું સુખદ નિકાલ કરાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી.લોક અદાલતમાં સ્પેશ્યલ સીટિંગ, પ્રિલીટીગેશન સહિતના રજૂ થયેલા 26181 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી
માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.સદર લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એચ.ગાંધી,એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ.પી.જોશી,એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ.વી. ઉપાધ્યાય,પી.એમ.સોની,એમ.એમ.સૈયદ,એમ.વી.ઘાસુરા,એ.ટી.તિવારી ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ લોક અદાલતમાં શહેર અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટના દીવાની,ફોજદારી,ખોરાકીના કેસો,ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, મોબાઇલ- ટેલિફોન કંપનીઓ, ડીજીવીસીએલ વગેરે પ્રિ-લીટીગેશન મળીને કુલ 26181 કેસો નિકાલ માટે મુકવામાં આવ્યા હતા.આ લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલો, અધિકારી ઓ અને સ્ટાફ કર્મચારીઓની હાજર રહીને સફળ બનાવી હતી.