આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે હિન્દી દિન ઉજવાયો
14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે 14 સપ્ટેમ્બર હિન્દી દિન હોવાથી પ્રાર્થના સભામાં હિન્દી દિન ઉજવવામાં આવ્યો. જેના અનુસંધાને વિદ્યાર્થીઓએ હિન્દી ભાષા, તેના પ્રભાવ અને તેની ઉપયોગિતા વિશે રોચક પ્રવચન આપ્યાં હતાં. આ સાથે શિક્ષિકા આશાબેને પણ હિન્દી ભાષાનો ઈતિહાસ, દેવનાગરી લિપિ તથા હિન્દી ભાષાની વૈજ્ઞાનિકતા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો વાસ્તવિક પરિચય કરાવ્યો હતો.હિન્દી દિનની ઉજવણીના ભાગરૂપે શાળાકીય વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તથા QDC કક્ષાએ કલા ઉત્સવમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઈનામ આપી હિન્દી દિનને યાદગાર બનાવ્યો હતો.આમ હર્ષોલ્લાસ સાથે હિન્દી દિન મનાવવામાં આવ્યો હતો.આચાયૅ શ્રી દિનેશભાઈ ચૌધરી એ અભિનંદન પાઠવ્યા હતા.