૧૩ વિભાગોની ૫૫ સરકારી સેવાઓ એક જ સ્થળે

*જામનગર જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમોનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ*
*જામનગર તા.14 સપ્ટેમ્બર,* રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે શહેરી વિસ્તારમાં અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ તથા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા કક્ષાએ આગામી તારીખ 17/09/2024 થી સેવા સેતુ કાર્યક્રમનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસાર, જામનગર જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ તારીખ 17/09/2024 થી તારીખ 31/10/2024 સુધીમાં સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જેમાં રાજ્ય સરકારશ્રીના કુલ 13 વિભાગોને લગત 55 જેટલી વિવિધ પ્રકારની સેવાઓ કાર્યક્રમ માટે નિયત તારીખો અને સ્થળોએ સવારના 09:00 થી સાંજના 05:00 કલાક સુધી સમાવિષ્ટ ગામો કે વોર્ડની જાહેર જનતાને પૂરી પાડવામાં આવશે.
તેથી જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ઉકત કાર્યક્રમમાં સહભાગી બનવા માટે અને વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*સેવાસેતુ કાર્યક્રમ– શહેરી કક્ષાએ મહાનગરપાલિકા તથા નગરપાલિકાના કાર્યક્રમોની યાદી..*
(1) ૨૧/૦૯/૨૦૨૪ ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ ટાઉન હોલ, જામનગર ખાતે વોર્ડ નંબર 1 થી 8 માટે.
(2) રર/૦૯/૨૦૨૪ ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ ટાઉન હોલ, જામનગર ખાતે વોર્ડ નંબર 9 થી 16 માટે.
(3) ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ કાલાવડ નગરપાલિકા દ્વારા નગરપાલિકા ટાઉન હોલ, કાલાવડ ખાતે વોર્ડ નંબર 1 થી 7 માટે.
(4) ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ધ્રોલ નગરપાલિકા દ્વારા હરધ્રોલ હાઈસ્કુલ, ધ્રોલ ખાતે વોર્ડ નંબર 1 થી 7 માટે.
(5) ૧૦/૧૦/૨૦૨૪ ના રોજ સિક્કા નગરપાલિકા દ્વારા સર્વિસ ચોક, સિક્કા ખાતે વોર્ડ નંબર 1 થી 7 માટે.
(6) ૨૫/૦૯/૨૦૨૪ અને ૨૩/૧૦/૨૦૨૪ જામજોધપુર નગરપાલિકા દ્વારા ઉમ્મીદ ભવન, એન.પી.કે.વી. વિદ્યાલય, જામજોધપુર ખાતે વોર્ડ નંબર 1 થી 7 માટે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેની જામનગર જિલ્લાની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હોવાનુ જામનગર જીલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જલકૃતિ મહેતાએ ઇ.ચા.ના.મા.નિ.સોનલબેનના માર્ગદર્શન હેઠળ જણાવ્યુ છે
*000000*
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






